કાર્યાલય : પહેલો માળ, અવધૂત એપાર્ટમેન્ટ, બાટા શોપ સામે, જયરત્ન - મદનઝાંપા રોડ, વડોદરા-૩૯૦૦૦૧
કાર્યાલય : પહેલો માળ, અવધૂત એપાર્ટમેન્ટ, બાટા શોપ સામે, જયરત્ન - મદનઝાંપા રોડ, વડોદરા-૩૯૦૦૦૧
ભારત વર્ષમાં હાલ ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો વસવાટ કરી રહ્યા છે. મૂળરાજ સોલંકીના અણહિલપુર પાટણના રાજયમાં રૂદ્રમાળની રચના કરી તેના ખાતમુહૂર્ત સમયે ઉત્તર ભારતમાંથી એક હજાર (સહસ્ત્ર) વેદોકત વિધિ કરાવી શકે તેવા મહા વિદ્વાન બ્રાહ્મણો શોધી લાવવાની જરૂરીયાત ઊભી થઈ. તેના અનુસંધાને રાજસેવકો ઉત્તરાખંડ તરફ ગયા અને વિદ્વાન બ્રાહ્મણોને શોધીને લાવ્યા. તેના સંપૂર્ણ ઈતિહાસ અત્રે પ્રસ્તુત કરેલ છે.
અખંડ ભારત વર્ષમાં બ્રહ્માજીના મુખ દ્વારા પ્રગટ થયેલા બ્રાહ્મણોના હાલમાં ચોર્યાસી કુળ અસ્તિત્વમાં છે, તેની સંપૂર્ણમાહિતી તથા તેમાં ગુજરાત પ્રદેશમાં વસતા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો કયાંથી આવ્યા, કેમ આવ્યા, કોણે વસાવ્યા તેનો સંપૂર્ણ ઐતિહાસિક લેખ.
યોગમાયા શિવાદેવીની પ્રેરણાથી વિશ્વનું સર્જન કરવા સારૂ સર્વ પ્રથમ પિતામહ બ્રહ્માજીએ ચાર પુરૂષો પ્રગટ કર્યા. પોતાના મુખ દ્વારા પ્રગટ કર્યા તે બ્રાહ્મણ કહેવાયો, હાથ દ્વારા પ્રગટેલ ક્ષત્રિય, પેટ દ્વારા પ્રગટેલ વૈશ્ય એન પગ દ્વારા પ્રગટેલ શુદ્ર તરીકે માનવો ઓળખાયા. આમ ચાર અંગો દ્વારા પ્રગટેલ માનવોના ચાર વર્ણ સર્વ પ્રથમ શરૂ થયા. જેની સાક્ષી શ્રુતિ-સ્મૃતિ અને વેદ પુરાણો આપી રહ્યા છે.
આ રીતે બ્રહ્માજીના મુખ દ્વારા પ્રગટ થયલે બ્રાહ્મણ જાતિ પ્રથમ એક હતી, કાળે કરી સૃષ્ટિમાં માનવ વસ્તી વધતી ગઈ તેમ બ્રાહ્મણો પણ વધતા ગયા. તેમાંથી કેટલાક બ્રાહ્મણો ગૌડ પ્રદેશમાં વસ્યા, કેટલાક દ્રવિડ પ્રદેશમાં વસ્યા તેથી બ્રાહ્મણોના બે પ્રકાર થયા,એક ગૌડ બ્રાહ્મણો બીજા દ્રવિડ બ્રાહ્મણો. ત્યારબાદ ઘણો કાળ જતાં બ્રાહ્મણોની વસ્તી પણ વધી તે આર્યાવર્તના દસ પ્રદેશમાં વહેંચાયા. તેથી તેમના દસ પ્રકાર નોંધાયા, તેમાંથી પણ વૃદ્ધિ થતાં હાલમાં તેના ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો બન્યા તેથી આજે તમામ બ્રાહ્મણોને જમાડવા હોય તો “ ચોર્યાસી ” જમણવાર તરીકે ઓળખાય છે.
સર્વ પ્રથમ પ્રગટેલ તે બ્રાહ્મણ કહેવાયો, તેના બે ભાગ થયા તે દ્રવિડ અને ગૌડ કહેવાયા. તેના દસ વિભાગ નીચે પ્રમાણેના થયા દ્રવિડ વિભાગમાં (૧) કર્ણાટક (૨) તલંગ (૩) દ્રવિડ (૪) મહારાષ્ટ્ર (૫) ગર્જર ગૌડ વિભાગમાં (૧) સારસ્વત (૨) કાન્યકુવજ (૩) ગૌડ (૪) ઉત્કલ (૫) મૈથિલ ઉપરના દસ વિભાગના ચોર્યાસી કુળના બ્રાહ્મણો બન્યા જે નીચે પ્રમાણે છે.
૧. ઔદિચ્ય ટોળક ૨. ઔદિચ્ય સહસ્ત્ર ૩. શ્રીમાળી ૪. ભાગડ ૫. સિંધ ૬. ત્રિવેદી મોઢ છ. ચતુર્વેદી મોઢ ૮. મલ્લ મોઢ ૯. ઈર્ગાસણામોઢ ૧૦. ઘેનોજા મોઢ ૧૧. ખડાયત ૧૨ બાજ ખેડાયત ૧૩ ભીતર ખેડાયત ૧૪. અંતર્વેદી ૧૫. જાંબુ ૧૬. બાયડા ૧૭. કંડોલ ૧૮. ઝારોલ ૧૯. ગાલબ ૨૦. ઉનેવાલ ૨૧. ગિરનારિ ૨૨. ગુંગલી ૨૩. શ્રી ગૌડ જુના ૨૪. શ્રી ગૌડ નવા ૨૫. મેડતવાલ ૨૬. ઔદુબલ ૨૭. કોપીન્થ ૨૮. વટમૂલ ૨૯. સૃગાલવાટ ૩૦. પાલ ૩૧. સોતાલે ૩૨. સીરમોતાલા ૩૩. કર્ણાટક ૩૪. છ પ્રકારના તલંગણ ૩૫. નિયોગી ૩૬. પંદર પ્રકારના દ્રવિડ ૩૭. મહારાષ્ટ્રી ૩૮. ચીત પાવન ૩૯. કારાષ્ટ્ર ૪૦. ત્રિહોત્ર ૪૧. દશ ગોત્ર ૪૨. દવા ત્રીસ ગ્રામી ૪૩. પાતીત્ય ગ્રામી ૪૪. મિથુનહાર ૪૫. વેલંજી ગ્રામી ૪૬. ગૌરાષ્ટ્રી ૪૭. કેરલ બ્રાહ્મણ ૪૮. તુલવ બ્રાહ્મણ ૪૯. નૈબુરૂ બ્રાહ્મણ ૫૦. હૈવ બ્રાહ્મણ ૫૧ ચંબારાદિ બ્રાહ્મણ ૫૨. કદાવ બ્રાહ્મણ ૫૩. કેઢાલ બ્રાહ્મણ ૫૪. શિવલ્લી બ્રાહ્મણ ૫૫. દીશાવાલ ૫૬. ભટ્ટ મેવાડા ૫૭. ત્રિવેદી મેવાડા ૫૮. ચાર્યાસી મેવાડ ૫૯. છ પ્રકાર વડનગરા નાગર ૬૦. વિસનગરા નાગર ૬૧. સાઠોદરા નાગર ૬૨. ચિત્રોડે ભારડનાગરા ૬૩. પ્રશ્નોરે નાગર ૬૪. ગૌડ બ્રાહ્મણ ૬૫. માલવી ગૌડ ૬૬. શ્રી ગૌડ ૬૭. ગંગાપુત્ર ગૌડ ૬૮.હરિયાણી ગૌડ ૬૯. વાશિષ્ટ ગૌડ ૭૦.સૌરભ ગૌડ ૭૧. દાલભ્ય ગૌડ ૭૨. મુખસેન ગૌડ ૭૩. ભટનાગર ગૌડ ૭૪. સૂર્યધ્વજ ગૌડ ૭૫. મથુરાના ચોબા ૭૬.વાલ્મિકી બ્રાહ્મણ ૭૭. રાયકવાલ બ્રાહ્મણ ૭૮. ગોમીત્ર બ્રાહ્મણ ૭૯. દાયમાં બ્રાહ્મણ ૮૦. સારસ્વત બ્રાહ્મણ ૮૧. કપિલ બ્રાહ્મણ ૮૨. તલાજીયે બ્રાહ્મણ ૮૩. ખેવે બ્રાહ્મણ ૮૪. નારદી બ્રાહ્મણ.
ઉપર પ્રમાણેના હાલમાં ભારતભૂમિ ઉપર ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો વસી રહ્યા છે. આ હકીકત બ્રાહ્મણોત્પત્ત માર્તન્ડ નામનાસંસ્કૃત ગ્રંથ ઉપરથી તૈયાર કરેલી છે. હવે આ ચોર્યાસી પ્રકારના બ્રાહ્મણો પૈકી ગુજરાતમાં સ્થિર થયેલા ઔદિચ્ય ટોળક તથા સહસ્ત્ર બ્રાહ્મણો કયા પ્રદેશમાંથી આવ્યા, કોણે વસાવ્યા તેઓ ટોળક તથા સહસ્ત્ર કેમ કેહેવાય. પહેલું-બીજું સ્થાન ચોર્યાસીમાં કેમ મળ્યુ તે ઈતિહાસ તપાસીએ.
આવનાર કાર્યક્રમો ની એક ઝલક
Coming soon...
શ્રી ઉત્તર ગુજરાત ઔદી. સહસ્ત્ર બ્રહ્મ સમાજ વડોદરા
નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ સવંત ૨૦૮૨
સ્નેહી સ્નેહીજનો,
શુભ દીપાવલી
સમાજ દ્રારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ નૂતન સ્નેહમિલન નો કાર્યક્રમ તા.૯.૧૧.૨૫ ને રવિવારે યોજવાનુ નક્કી કરેલ છે. જેમાં નાના બાળકો થી લઇ મોટા સુધી સર્વે ભાઈ બહેન ભાગ લઇ શકશે. અને તે માટે સમાજ દ્રારા વહાર્ટસપ પર મોકલેલ ફોર્મ ભરવાનું ફરજીયાત છે. અને સ્પર્ધા માં પ્રથમ ત્રણ ને પ્રાઇસ આપવામાં આવશે અને અન્ય દરેક સહભાગી ને પ્રમાણ પત્ર આપવામાં આવશે. અને સમય ની અનુકૂળતા હશે તો બહેનો માટે સંસ્કૃતિક ગરબા નુ આયોજન કરેલ છે.
ત્યારબાદ પ્રીતિભોજન સાથે લઇ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.
કાર્યક્રમ ની સફળતા માટે આર્થિક સહયોગ પણ ખુબ જરૂરી છે. તો દરેક સભ્યો યથા શક્તિ પોતાનું આર્થિક સહયોગ સહયોગ કરશે તેવી અપેક્ષા સહ.
નોંધ- પ્રીતિભોજન ના પાસ નું શુલ્ક
રૂ.૩૦ આપી તા.૫.૧૧.૨૫ પહેલા મેળવી લેવાના રહેશે.
(પાંચ વર્ષ થી નીચે ની ઉંમર ના બાળકો ના પાસ જરૂરી નથી.)
જીતેન્દ્ર જાની
કનુ ત્રિવેદી
🙏વંદન 🙏
સ્નેહી સ્વજનો,
તા.૯.૧૧.૨૫ ને રવિવાર ના નૂતન સ્નેહમિલન કાર્યક્રમ દિને યોજાનાર બ્રહ્મભોજન માટે ના પાસ નીચેના નંબર પર સંપર્ક કરી મેળવી લેવા વિનંતી.
ભોજન શુલ્ક રૂ. ૩૦ છે
અને પાંચ વર્ષ થી નીચે (બાળકો) ની વય માટે પાસ ની જરૂરી નથી.
શ્રી રાજુભાઈ ત્રિવેદી
૯૪૨૮૯૭૩૨૨૧
શ્રી વીરેન જોષી
૯૯૨૫૬૨૯૭૬૪
શ્રી જીગર જોષી
૯૬૬૨૫૧૮૩૦૫
શ્રી જયેશભાઇ પંડ્યા
૭૯૮૪૧ ૬૦૭૭૨
શ્રી ભરતભાઈ ત્રિવેદી
૯૧૦૬૫૨૦૪૮૬
૯૮૨૫૦૪૫૫૦૯
શ્રી મૃગેશ આચાર્ય
૯૫૭૪૭૮૪૮૧૧
શ્રી જીતેન્દ્રભાઈ પંચોલી
૯૯૨૪૪૮૩૯૬૮
શ્રી કલ્પેશભાઈ ભટ્ટ
૯૭૨૪૩૧૯૩૦૩
શ્રી નચિકેત ઠાકર
૯૭૨૫૩૪૬૮૦૪
સહકાર ની અપેક્ષા સહ
🙏🙏🙏
દાતા શ્રી ના નામ
તા.૧.૧૧.૨૫
શ્રી ઉત્તર ગુજરાત ઔદી. સહસ્ત્ર બ્રહ્મ સમાજ વડોદરા
વેદ માતા માઁ ગાયત્રી ના ગાયત્રી યાગ માં યજમાન તરીકે અને આર્થિક સહભાગી ની યાદી
૧-શ્રી પ્રવીણભાઈ જોષી
(માઁ ગાયત્રી ઉપાસક)
રૂ.૧૧૧૧૧૧/દાન
૨-શ્રી વિરેનભાઈ જોષી
રૂ.૫૫૫૫૫/
૩-શ્રી જીતેન્દ્રભાઈ જાની રૂ.૧૧૧૧૧/
૪-શ્રી સ્વપનિલ રાજેશકુમાર ત્રિવેદી રૂ.૫૦૦૧/દાન
૫-શ્રી કલ્પેશભાઈ ભટ્ટ
રૂ.૨૧૦૦ આપી મંત્ર જાપ યજમાન માટે
૬-શ્રી પ્રબોધભાઈ સી વ્યાસ રૂ.૧૦૦૧/દાન
૭-શ્રી નચિકેતભાઈ ઠાકર રૂ.૩૦૦૧ આપી મંત્ર જાપ યજમાન.
૮-શ્રી દુર્ગેશભાઈ પંડ્યા
રૂ.૫૧૦૦/દાન
૯-શ્રી હરેશકુમાર પી.ભટ્ટ રૂ.૧૦૦૧ જવ,તલ અને પૂજાપા માટે દાન
૧૦-શ્રી નિરંજનભાઈ ત્રિવેદી રૂ.૫૦૧ દાન
૧૧-શુભેચ્છક સભ્યશ્રી
રૂ.૧૦૦૧ દાન
૧૨-શ્રી જીતેન્દ્રકુમાર એ પંચોલી રૂ.૩૦૫૧ જવ, તલ અને પૂજાપા માટે.
૧૩-શ્રી હરેશભાઇ જે પંચોલી રૂ.૧૧૧૧/દાન
૧૪-શ્રી કિરીટભાઈ પાઠક રૂ.૧૦૦૧/(દિવ્ય દર્શન) દાન
૧૫-શ્રી દિનેશભાઇ જે જોષી છાણી રૂ.૫૦૦/પૂજાપા માટે દાન
૧૬-શ્રી કનુભાઈ એચ ત્રિવેદી રૂ.૧૧૧૧૧/દાન.
૧૭-શ્રી કિરીટભાઈ પંડ્યા રુ.૧૧૦૦/ ૧૮-શ્રી મૃગેશભાઈ આચાર્ય રૂ.૧૧૧૧
૧૯-શ્રી હર્ષિલ જગદીશભાઈ ભટ્ટ
રૂ.૧૧૧૧.
૨૦-હિતેષભાઇ પાઠક રૂ.૨૫૦૧
૨૧-શ્રી સંજયભાઈ એચ પટેલ રૂ.૫૧૦૦
૨૨-શ્રી મહાવીરસિંહ રાજપુરોહિત રૂ.૧૫૦૦૧ ફરાળ માટે
૨૩-શ્રી નટારાજભાઈ ત્રિવેદી રૂ.૧૦૦૧
૨૪-શ્રી અશોકભાઈ એન જાની રૂ.૧૫૦૦૦ ફરાળ માટે
૨૫-શ્રી હિતેષભાઇ કે પંડ્યા રૂ.૫૦૧
૨૬-શ્રી કંદર્પ દેસાઈ રૂ.૧૦૦૧
૨૭-શ્રી રાજેશભાઈ ઠાકોર રૂ.૭૫૧
૨૮-શ્રી મહેન્દ્રભાઈ કે દવે રૂ.૧૦૦૧
૨૯-શ્રીમતી નયનાબેન પંડ્યા રૂ.૫૦૧ આપી આર્થિક સહયોગી બનેલ છે.સમાજ તેનો સ્વીકારી કરી આભાર વ્યક્ત કરે છે. અને અન્ય બ્રહ્મદેવો ને આવી પ્રેરણા લઇ યજમાન તરીકે કે અન્ય સહયોગી દાન આપી માઁ ગાયત્રી ના *ગાયત્રી યાગ ને સફળ કરવામાં સહયોગ કરશે તેવી અપેક્ષા સહ.
જીતેન્દ્ર જાની
કનુ ત્રિવેદી
🙏વંદન 🙏
ઓનલાઇન દાન કે ભેટ સહકાર માટે ઉપર રહેલ કોડ નો ઉપયોગ કરવો